Join Our WhatsApp Group!

Kuvarbai Nu Mameru Yojana 2024 : કુંવરબાઇ નું મામેરું યોજનામાં કન્યાને મળશે હવે 12000 રૂપિયા । આ રીતે કરો આવેદન @esamajkalyan.gujarat.gov

Kuvarbai Nu Mameru Yojana 2024: કુંવરબાઈનું મામેરું યોજના 2024 ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.  આ એક કલ્યાણકારી સરકારી યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ ગુજરાત માં રહેલી દીકરીના લગ્ન સમયે આર્થિક મદદ પુરી પાડવાનો છે. રાજ્ય સરકાર દ્વારા છોકરીઓ માટે રૂપિયા 12000ની સહાય લગ્ન પછી આપવામાં આવે છે અને આ રકમ સીધી તેમના બેન્ક ખાતા માં નાખવામાં આવે છે.

કુંવરબાઈનું મામેરું યોજના નો લાભ e-SamajKalyan Portal ની ઓફિસિયલ વેબસાઈટ esamajkalyan.gujarat.gov પરથી લઇ શકાય છે.

WhatsApp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

તો ચાલો જાણીએ ડિટેલ્સમાં કુંવરબાઈનું મામેરું યોજના (mangalsutra yojana) શું છે? તેના લાભ કોણ લઈ શકે છે, તેના માટે જરૂરી દસ્તાવેજો , કેટલો રૂપિયાનો લાભ મળશે અને અરજી કેવી રીતે કરવી અને કુંવરબાઈનું મામેરું યોજના online form અને pdf વિશે માહિતી મેળવીશું.

Kuvarbai nu mameru yojana in gujarati 2024 | કુંવરબાઈનું મામેરું યોજના: વિગત 

Kuvarbai nu mameru yojana in gujarati 2024

યોજનાકુંવરબાઈનું મામેરું યોજના 2024
રાજ્યગુજરાત
લાભાર્થીતમામ પરણિત મહિલાઓ
લાભરૂ. 12,000 પુરા
એપ્લિકેશનઓનલાઈન અને ઓફલાઈન
વિભાગમહિલા અને બાળ વિકાસ મંત્રાલય
સત્તાવાર વેબસાઇટesamajkalyan.gujarat.gov.in

 

કુંવરબાઈનું મામેરું યોજના એ ગુજરાત સરકાર ના સમાજ કલ્યાણ વિભાગ (Social Justice & Empowerment Department) દ્વારા ચાલતી યોજના છે જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ની કન્યા ને લાભ મળવાપાત્ર છે.જે છોકરીઓ ના લગ્ન થયા હોય પછી તે આ યોજના નો લાભ લઇ શકે છે. આ યોજનાને મંગળસૂત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. e-SamajKalyan Portal પરથી આ યોજનો લાભ લઇ શકાય છે.

કુંવરબાઈનું મામેરું યોજના માં અરજદાર ને સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જે પહેલા રૂ.10,000 હતા હવે તેને વધારી ને રૂ.12,000 કરી દેવામાં આવ્યા છે.

કુંવરબાઈનું મામેરું યોજના માટે પાત્રતા (mangalsutra yojana 2024)

મિત્રો મંગળસૂત્ર યોજના (Mangalsutra Yojana ) યોજના માટે અરજી કરતા પહેલા તમારે યોજનાના યોગ્ય માપદંડો વિશે જાણવું જરૂરી છે.

  • સૌપ્રથમ અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
  • આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
  • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
  • કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઇએ.
  • ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
  • અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.
  • જો કોઈ કન્યા ના પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
  • લગ્‍ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો 

કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ 2024

કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે કયા દસ્તાવેજ રજૂ કરવા પડે છે ? તેનું લિસ્ટ નીચે મુજબ છે. (Kuvarbai nu mameru yojana documents list in gujarati)

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાનું ચૂંટણીકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • કન્યા નો જાતિનો દાખલો
  • યુવક નો જાતિનો દાખલો (જો હોય તો)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ ડ્રાઇવિંગ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • યુવકની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • કન્યાના પિતા/વાલીનું એકરારનામું
  • કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

કુંવરબાઈનું મામેરું યોજના માટે અરજી કેવી રીતે કરવી? – kuvarbai nu mameru yojana gujarat online apply

કુંવરબાઈનું મામેરું યોજના સરકારી યોજના માટે અરજી તમે સમાજ કલ્યાણ ની વેબસાઈટ esamajkalyan.gujarat.gov પર જઈ ને કરી શકો છો.

  1. સૌપ્રથમ તમારે તેમાં રજિસ્ટ્રેશન કરવું પડશે અને id અને Password તમારા ઇમેઇલ આઇડી માં મોકલવામાં આવશે.

kuvarbai nu mameru yojana gujarat online apply

  1. રજિસ્ટ્રેશન કર્યા પછી એ આઇડી પાસવર્ડ થી તમારે તેમાં લોગીન કરવાનું રહેશે.
  2. અને ત્યાર બાદ તમારે કુંવરબાઈ નું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  3. ત્યારબાદ તમારે તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
  4. ત્યાર બાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં રહેશે.
  5. ફોર્મ ડાઉનલોડ કરી ને તેમાં વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે.

તમે ઈ સમાજ કલ્યાણ યોજના વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લીધા પછી યોજનાની સત્તાવાર વિગતો ડાઉનલોડ કરી શકો છો.

કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ pdf (Kuvarbai Nu MameruYojana Form Pdf‌‌)

સામાજિક ન્યાય અને કલ્યાણ વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ pdf બનાવેલ છે. આ અરજીપત્રક જ્ઞાતિ મુજબ Application Form બહાર પાડેલા છે. નિયામક, વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા Kuvarbai Nu Mameru Yojana For SEBC તથા અન્ય પછાત વર્ગ માટે અરજી ફોર્મ બહાર પાડેલ છે. તથા નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા  SC જ્ઞાતિઓની કન્યાઓ માટે અરજી પત્રક બહાર પાડેલ છે.

Kuvarbai Nu MameruYojana Form Pdf (OBC-EBC)Download Now
Kuvarbai Nu MameruYojana Form Pdf (SC)Download Now

kuvarbai nu mameru status check સહાય જમા ના થઈ હોય તો?

કુંવરબાઈનું મામેરું યોજના જો તમે અગાઉ ઓનલાઈન એપ્લિકેશન કરેલી હોય અને સહાય જમા ના થઈ હોય તો સૌથી પહેલાં ઓનલાઈન સ્ટેટસ જાણી લો. તેમ છ્તાં વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લા ખાતે આવેલી “જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરી” ખાતે રૂબરૂ મુલાકાત કરો

Note: નમસ્કાર મિત્રો, અમે તમને gujyojana.com દ્વારા પહેલા સ્કીમ અને પરિણામ વિશે માહિતી આપીશું. પરંતુ અમારા દ્વારા આપવામાં આવેલી માહિતીથી સંતુષ્ટ થવા માટે કૃપા કરીને એકવાર સત્તાવાર સમાચાર જુઓ. જો તમે કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે પ્રથમ બનવા માંગતા હોવ તો અમારા ગ્રુપમાં જોડાઓ.

Leave a Comment