Join Our WhatsApp Group!

ગુજરાત પોલીસ ભરતીમાં કરાયા મોટા ફેરફારો, હવે ગણવામાં નહીં આવે રનિંગના માર્ક્સ…

police bharti 2024 gujarat:પોલીસ ભરતીને લઈને સરકાર દ્વારા મોટી અપડેટ આપવામાં આવી છે. જણાવી દઈએ કે, રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ ભરતી પ્રક્રિયામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ તમામ ફેરફારો નીચે મુજબ આપવામાં આવ્યા છે.

પોલીસ ભરતીને લઈને રાજ્યના ગૃહ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. છેલ્લા એક મહિનાથી આ બાબતે સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી રહી હતી. જણાવી દઈએ કે, ગૃહ વિભાગ દ્વારા પોલીસ ભરતીના નવા નિયમોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે

  • શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે
  • ૧૦૦ ગુણની MCQ TESTને બદલે હવે ૨૦૦ ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર લેવાશે
  • પહેલા પ્રેક્ટિલ પછી ફિઝિકલ રહેશે
  • વિષયોમાં પણ ફેર બદલી કરાઈ
  • ફોરેન્સિક સાયન્સ અને રક્ષા શક્તિ યુનિના કોર્ષ પ્રમાણે પરીક્ષા લેવાશે
  • દોડના ગુણ ગણવામાં આવશે નહીં
  • પ્રેક્ટિકલ પરીક્ષા પાસ થનાર જ ઓબ્જેક્ટિવ પરીક્ષા આપી શકશે
WhatsApp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહીં.

પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ્ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.

NFSU અથવા RRU****માં કરેલ કોર્ષનો સમયગાળોઆપવાના થતા વધારાના ગુણ
1 વર્ષ3
2 વર્ષ5
3 વર્ષ8
4 વર્ષ કે તેથી વધુ10

 

આખરી પસંદગી યાદી OBJECTIVE MCQ TEST અને વધારાના ગુણના આધારે  તૈયાર કરવામાં આવશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં 7 ડિસેમ્બરના રોજ મળેલી બેઠકમાં પોલીસ ભરતી પરીક્ષાના નિયમો મુદ્દે તમામ ચર્ચાઓ કરવામાં આવી હતી. જોકે તે અગાઉ પણ આ મુદ્દે સાતથી આઠ બેઠક થઈ ચૂકી છે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો બાદ તમામ માહિતી ફાઈલ સ્વરૂપે CMO ને સોંપવામાં આવી હતી. CM ભૂપેન્દ્ર પટેલના રિવ્યૂ બાદ આજે નવા ભરતીના નિયમોની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આગામી 10 વર્ષને ધ્યાનમાં રાખી પોલીસ ભરતીના નવા નિયમોને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

વધુ માહિતી જાણો અહીં થી 

Note: નમસ્કાર મિત્રો, અમે તમને gujyojana.com દ્વારા પહેલા સ્કીમ અને પરિણામ વિશે માહિતી આપીશું. પરંતુ અમારા દ્વારા આપવામાં આવેલી માહિતીથી સંતુષ્ટ થવા માટે કૃપા કરીને એકવાર સત્તાવાર સમાચાર જુઓ. જો તમે કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે પ્રથમ બનવા માંગતા હોવ તો અમારા ગ્રુપમાં જોડાઓ.

Leave a Comment