Join Our WhatsApp Group!

vahali dikri yojana sahay gujarat :દીકરી હશે તો સરકાર આપશે ₹1,10,000 જાણો ડોક્યુમેન્ટ ક્યાં જોઈએ

vahali dikri yojana sahay:વહાલી દીકરી યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ યોજના છે જેનો ઉદ્દેશ્ય રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવાનો અને તેમનું શિક્ષણ અને સશક્તિકરણ પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજના હેઠળ, લાયક દીકરીઓના માતાપિતાને ₹1,10,000 ની નાણાકીય સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

વહાલી દીકરી યોજના ના મુખ્ય મુદ્દા:

  1. લાભાર્થી: ગુજરાતમાં જન્મેલી પ્રથમ અને બીજી દીકરી
  2. જન્મ તારીખ: 02/08/2019 પછી
  3. માતા-પિતાની વાર્ષિક આવક: ₹2 લાખથી ઓછી
  4. કુલ સહાય: ₹1,10,000
જે લોકો લોન નથી ભરી શક્તા, તેમની માટે સારા સમાચાર, અહીં જાણો પુરી માહિતી

વહાલી દીકરી યોજના હપ્તા:

  1. પ્રથમ હપ્તો (ધોરણ 1માં પ્રવેશ): ₹4,000
  2. બીજો હપ્તો (ધોરણ 9માં પ્રવેશ): ₹6,00
  3. ત્રીજો હપ્તો (18 વર્ષ પૂર્ણ થતાં): ₹1,00,000 (ઉચ્ચ અભ્યાસ/લગ્ન માટે)

વહાલી દીકરી યોજના આવશ્યક દસ્તાવેજો:

WhatsApp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

દીકરીનો જન્મનો દાખલો
દીકરીનું આધાર કાર્ડ (જો હોય તો)
પિતાનો આવકનો દાખલો
માતા-પિતાના આધાર કાર્ડ
માતા-પિતાનું રેશન કાર્ડ
માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર
માતા-પિતાના તમામ હયાત બાળકોના જન્મના પ્રમાણપત્ર
માતા-પિતાનું લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર
સોગંધનામુ

વહાલી દીકરી યોજના લાભ મેળવવા માટે પાત્રતા:

ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી
માતા-પિતાની વાર્ષિક આવક ₹2 લાખથી ઓછી
પ્રથમ બે સંતાનોમાં દીકરી (ત્રણ દીકરીઓ હોય તો પણ લાભ મળશે)
01/08/2019 પછી જન્મેલી દીકરી

વહાલી દીકરી યોજના ઑફલાઈન અરજી:

નજીકની આંગણવાડી કે ICDS કચેરી માંથી ફોર્મ મેળવો.
ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો સાથે જોડો.
ફોર્મ ICDS કચેરી માં જમા કરો.

Note: નમસ્કાર મિત્રો, અમે તમને gujyojana.com દ્વારા પહેલા સ્કીમ અને પરિણામ વિશે માહિતી આપીશું. પરંતુ અમારા દ્વારા આપવામાં આવેલી માહિતીથી સંતુષ્ટ થવા માટે કૃપા કરીને એકવાર સત્તાવાર સમાચાર જુઓ. જો તમે કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે પ્રથમ બનવા માંગતા હોવ તો અમારા ગ્રુપમાં જોડાઓ.

Leave a Comment