Vahli Dikri Yojana Gujarat 2024:વ્હાલી દીકરી યોજના 2024: ગુજરાતની દીકરીઓ માટે આશીર્વાદ ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના (Vahli Dikri Yojana In Gujarati) શરુ કરવામાં આવેલી છે. જે પરિવારમાં દીકરી નો જન્મ થાય તેમને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય માં એક લાખ દસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજના નો મુખ્ય ઉદેશ છોકરીઓના જન્મ દરમાં સુધારો કરવાનો છે.
યોજનાનું નામ: વ્હાલી દીકરી યોજના 2024
રાજ્ય: ગુજરાત
હેતુ: દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, શિક્ષણનો વ્યાપ વધારવો, દીકરીઓનું બાળલગ્ન અટકાવવા વગેરે
સહાય: 1,10,000/- રૂપિયા
કોને લાભ મળશે: ગુજરાત ની દીકરીઓ
અરજી નો પ્રકાર: ઓફલાઈન
સત્તાવાર વેબસાઇટ: wcd.gujarat.gov.in
વ્હાલી દીકરી યોજનાનો મુખ્ય હેતુ:
દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું.
દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.
છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરો.
દિકરીઓ/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશકિતકરણ કરવું.
બાળલગ્ન અટકાવવા.
વ્હાલી દીકરી યોજના માટે મળવાપાત્ર સહાય:
પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ.4000ની સહાય
નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ.6000ની સહાય.
૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે રૂ.1.00 લાખની સહાય.
વ્હાલી દીકરી યોજના માટે મુખ્ય પાત્રતા:
લાભાર્થી ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
તા.02/08/2019 કે ત્યારબાદ જન્મેલ દીકરીને લાભ મળવાપાત્ર રહેશે.
દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ.
દંપતિની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે
કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે રૂ.2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ
અરજદારનું બેંક ખાતું હોવું અને બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જરૂરી છે
આ યોજના તમામ કેટેગરીના લોકો માટે છે, કોઈપણ કેટેગરીની છોકરી આ યોજના માટે પાત્ર હશે.
વ્હાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ લિસ્ટ:
દીકરી નું જન્મ પ્રમાણપત્ર
ડોમિસાઇલ પ્રમાણપત્ર
આવક પ્રમાણપત્ર
રહેઠાણનું પ્રમાણ પત્ર
માતા-પિતાના આધારકાર્ડ
માતા–પિતાનું જન્મનું પ્રમાણપત્ર
માતા-પિતાનું લગ્નની નોંધણી
Note: નમસ્કાર મિત્રો, અમે તમને gujyojana.com દ્વારા પહેલા સ્કીમ અને પરિણામ વિશે માહિતી આપીશું. પરંતુ અમારા દ્વારા આપવામાં આવેલી માહિતીથી સંતુષ્ટ થવા માટે કૃપા કરીને એકવાર સત્તાવાર સમાચાર જુઓ. જો તમે કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે પ્રથમ બનવા માંગતા હોવ તો અમારા ગ્રુપમાં જોડાઓ.